વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક કારખાનામાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ચાર વર્ષના બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ યોર મિનરલ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી વિક્રમભાઈ સોલંકીનો ચાર વર્ષનો દીકરો આર્યન ત્યાં કારખાનામાં રમતો હોય દરમિયાન પાણીની કુંડીમાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0



