માટેલ રોડ પર આવેલ સિરામીક ફેક્ટરીમાં બનેલા બનાવમાં એકનું મોત, ત્રણ હજુ સારવાર હેઠળ….
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા લેટોજા સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ બાટલામાં ગેસ લીકેજના કારણે લાગેલ આગમાં ચાર શ્રમિકો દાઝી ગયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયું છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા લેટોજા સિરામિક ફેકટરીના લેબર રૂમમાં ગેસ લીકેજના કારણે અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં ઓરડીમાં રહેલા આશિષ સીધા પાલ (ઉ.વ.૨૦), કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭), સચિન સમેલા પાલ (ઉ.વ.૧૯) અને પવન કલુ પાલ (ઉ.વ.૧૮) દાઝી ગયા હતા જેથી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કમલેશ રામકરણ પાલ (ઉ.વ.૩૭) નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR