વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સુધારણા અંતર્ગત ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓ માટે હિમોગ્લોબીન ચકાસણી માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બહેનોના હિમોગ્લોબીનની નિઃશુલ્ક ચકાસણી કરવામાં આવી હતી….

વાંકાનેર ભાજપ મહિલા મોરચા દ્વારા આયોજિત આ કેમ્પમાં જે વિદ્યાર્થીનીઓમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તેઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીનીઓને હિમોગ્લોબીનની ઉણપથી થતા ગેરફાયદાઓ જણાવી વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો હતો….

આ સાથે જ આજરોજ વાંકાનેર આઈટીઆઈ ખાતે યોજાયેલ થેલેસેમિયા અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પમાં પણ શાળાની 150 જેટલી વિદ્યાર્થિનીઓ હાજરી આપી અને થેલેસેમિયા ચેકઅપ કરાવી આ રોગની ગંભીરતા વિશે માહિતી મેળવી અને વાંકાનેર આઈટીઆઈની મુલાકાત કરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!