વાંકાનેર તાલુકાના થાન રોડ પર આવેલ કાછીયાગાળા ગામ ખાતે પસાર થતા એક રાહદારી યુવાનને ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલકે હડફેટે લેતાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનુ મોત થયું હતું, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામ નજીકથી પસાર થતા એક હીરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 J 4855ના ચાલકે ત્યાંથી પગપાળા પસાર થતા હેમુભાઈ માલકીયા (ઉ.વ. 35) નામના રાહદારીને હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું હતું…
ઉપરોક્ત બનાવમાં મૃતકના ભાઈ દેવશીભાઇ મનજીભાઇ માલકીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) એમ વી એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR