ઉછીના પૈસા આપવાની ના પાડતાં ચાર શખ્સોએ લોખંડના પાઈપ, ધોકા, પથ્થર વડે હુમલો કરી પાંચ શખ્સોને માર માર્યો, ગત તા.11 ના રોજ બનેલ બનાવની ફરિયાદ નોંધાઇ….
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા એક યુવાને 50 રૂપિયા ઉછીના આપવાની ના પાડતાં આ બાબતનો ખાર રાખી ચાર આરોપીઓએ યુવાન સહિત પાંચ શખ્સો પર હુમલો કરી બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા ગત તા. 11 ના રોજ કામ ઉપરથી પરત ફરતા હતા ત્યારે તેમના જ ગામના જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયાએ તેઓને રસ્તામાં રોકી 50 રૂપિયા ઉછીના માંગ્યા હોય, જેમાં નરેન્દ્રભાઈએ પૈસા આપવાની ના પાડી હતી…
જેથી આ બાબતનો ખાર રાખી આરોપી જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયાએ ફરિયાદી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતા અન્ય આરોપી દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, મીતુલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ અને યોગેશભાઇ નવીનભાઇ વોરા(રહે. બધા રાતીદેવરી) ઘટના સ્થળે દોડી ચારેય આરોપીઓએ ભેગાં મળી લોખંડની ડાક, પાઇપ તેમજ કુહાડીના હાથા, પથ્થર વડે ફરિયાદી તથા અન્ય ચાર સાહેદ સહિત પાંચ શખ્સો પર હુમલો કરી માર મારતાં હાથ-પગ ભાંગી જવા, મુંઢ ઈજા, માથામાં ઈજા થતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…
બનાવ બાદ ફરિયાદી નરેન્દ્રભાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૩૩૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR