વાંકાનેર વિસ્તારમાં એક મહિલા અને બે યુવાનોએ અલગ અલગ બનાવમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…
વાંકાનેર વિસ્તારમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવમાં સામે આવ્યા છે જેમાં એક મહિલા અને બે યુવાનોએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર પોલીસે નોંધી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપૂત (ઉ.વ. 20) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે…
બીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં રહેતા સંદીપભાઇ જગદીશભાઈ ગોરીયા (ઉ.વ. 26) નામના યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જેથી આ બનાવની પણ પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ખડીપરા-નવાપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા (ઉ.વ. 36) નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આ બનાવની પણ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso