વર્ષોથી એક જ સમસ્યાથી ત્રસ્ત નાગરિકો, નવો રોડ બન્યાના માત્ર બે-ત્રણ માસમાં રોડ પુનઃ જૈસે થે હાલતમાં ફેરવાઇ જાય છે….
વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધીનો રોડ ચાલું ચોમાસાની સિઝન દરમ્યાન મગરમચ્છની પીઠ સમાન બની ગયો છે જેમાં ઠેકઠેકાણે મહાકાય ગાબડાંઓ પડી ગયા હોય જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી આ બાબતે કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદા દ્વારા વાંકાનેર નગરપાલિકાના વહિવટદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે…
બાબતે વર્ષોથી આ રોડ જૈસે થે હાલતમાં રહ્યો છે, જેમાં એક-બે વખત રોડનું નવિનીકરણ અને ગાબડાં પુરવામાં આવ્યાના થોડા જ સમયમાં આ રોડ પુનઃ જૈસે થે હાલતમાં ફેરવાઇ જાય છે જેથી બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા આ દાણાપીઠ ચોકથી સેવાસદન કચેરી સુધી મજબૂત અને ટકાઉ નવો સીસી રોડ બનાવવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl