વાંકાનેર વિસ્તારમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ રોજબરોજ મોટા પ્રમાણમાં જુગારના ગણનાપાત્ર કેસો સામે આવી રહ્યા છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રૂ. 3.15 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ૧). જીતું ઉર્ફે જીતો લાખાભાઈ વીરસોડીયા, ૨). ઉમેશભાઈ ઉર્ફે લાલો વેજીભાઈ બાવરવા, ૩). ધનજીભાઈ દિનેશભાઈ ઉકેડીયા,

૪). ભરતભાઈ ઉર્ફે મુન્નો ભગવાનજી ઝીન્ઝુંવાડિયા, ૫). મહેશભાઈ જીણાભાઈ મેરજીયા, ૬). વિવેકભાઈ દિનેશભાઈ ડોડીયા અને ૭). દેવેન્દ્ર ઓમપ્રકાશ શર્માને રોકડ રકમ રૂ. 60,500 તથા દસ મોબાઈલ અને વાહન સહિત કુલ રૂ. 3,15,500 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની આ રેડ દરમ્યાન અન્ય ત્રણ આરોપી ૧). ગોવિંદભાઈ ગીરધરભાઇ સરાવાડિયા, ૨). દેવજીભાઈ રામસંગભાઈ રીબડીયા અને ૩). કિશનભાઇ પ્રેમજીભાઈ અબાસણીયા નાસી જતા કુલ દસ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઈ આર. એ. જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!