વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નાસી જતાં પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વરડુસર ગામના ચોરા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રમેશ અમરશી મકવાણા, રોહિત નરશી નંદાસીયા અને મૈયા કુકા સેવારીયા (રહે. ત્રણેય વરડુસર) રોકડ રકમ રૂ 10,900 સાથે ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમિયાન અન્ય ત્રણ આરોપી નવઘણ વજા સેટાણીયા, પોપટ સેલા ડાભી અને લાખા નાથા ડાભી (રહે ત્રણેય વરડુસર) નાસી જતાં તેની સામે ફણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઈ આર. એ. જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયસિંહ જાડેજા અને અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl