મોરબી જીલ્લા પંચાયતની રાતીદેવરી સીટ પર જેમ જેમ મતદાન તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે, જેમાં આ વિસ્તારના મતદારો કોંગ્રેસના અનુભવી, સ્વચ્છ પ્રતિભા અને ખરા લોકસેવક એવા ગુલામભાઈ પરાસરાને પ્રથમ પસંદગી બનાવી જંગી બહુમતીથી વિજય બનાવવા માટે તૈયારી દાખવી રહ્યા છે. હાલના માહોલ મુજબ આ સીટ પર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે….

આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી મોરબી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં વાંકાનેર વિસ્તારની રાતીદેવરી સીટ પર કોંગ્રેસ દ્વારા અનુભવી ઉમેદવાર પર વિશ્વાસ મૂકી ટકોરાબદ્ધ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર તરીકે ગુલામભાઈ પરાસરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જેઓ હાલ પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર સભાઓ કરી રૂબરૂ જનસંપર્ક કરી રહ્યા છે અને તેમના વિસ્તારના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાત્રી સાથે પ્રવર્તમાન પ્રશ્નોનો વહેલાસર ઉકેલ લાવવાની અપેક્ષા સાથે મતદારો ઉમળકાભેર ગુલામભાઈ પરાસરાને આવકાર આપી રહ્યા છે…

હાલમાં રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારને મળતા એક તરફા જનસમર્થનથી આ સીટ પર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતીથી આ સીટ પર વિજય બને તેવો માહોલ જોવા મળી રહ્યો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!