વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર ભાજપમાંથી મજબૂત ઉમેદવાર તરીકે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા આ વખતે ચુંટણી લડી રહ્યા છે. જેઓ હાલ પ્રચારના આખરી દિવસોમાં પોતાના મતક્ષેત્રમાં ડોર ટુ ડોર લોકસંપર્ક કરી રહ્યા છે, જેમાં તેમને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે…

વર્ષોથી લોકસેવા સાથે સંકળાયેલા ઝાલા પરિવારના સભ્ય એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ પોતાની લોક સેવા થકી જ ચંદ્રપુર વિસ્તારને પોતાનો ગઢ બનાવી ગ્રામ પંચાયતનાં સરપંચ પદે ચૂંટાયા હતાં જેમાં થોડા સમયમાં જ ગામમાં કરેલ વિકાસના કામોથી તેમણે બહોળી લોકચાહના મેળવી છે જેથી આ પરિવારના સભ્ય દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટ પર ભાજપનાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા મતદારો તેમને પણ આવકારી રહ્યાં છે…

ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા અને ચંદ્રપુર તા.પ. ભાજપના ઉમેદવાર દક્ષાબા ઝાલા પોતાના સમર્થકો સાથે હાલ પોતાના મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ કરી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે જેમાં મતદારો દ્વારા પણ સતત જાગૃત અને લોકસેવા માટે ખડેપગે રહેતા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવાનો વિશ્વાસ અપાવી વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!