પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ બે વાર નામંજૂર થયા બાદ આખરે ગ્રામ પંચાયત વિસર્જિત કરાઇ, સતત ત્રણ વખતથી ચુંટાયેલ સરપંચ પોતાની સત્તા બચાવી ન શક્યા….

વાંકાનેર તાલુકાની સૌથી મોટી અને ચર્ચાસ્પદ રહેલ પીપળીયારાજ ગ્રામ પંચાયતને આજે વિકાસ કમિશનર, ગાંધીનગરએ દ્વારા સુપરસીડ/વિસર્જિત જાહેર કરતા તાલુકાના ગ્રામ્ય રાજકારણમાં હલચલ મચી ગઇ છે. જેમાં પીપળીયા રાજ ગ્રામ પંચાયત સરપંચ સહિત કુલ 11 સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે જેમાં તાજેતરની ચુંટણી બાદ સરપંચ પદે ચુંટાયેલ પેનલ પાસે પાંચ અને સામાપક્ષે છ સભ્યો વિજેતા બનતા સત્તા પર બેસેલ સરપંચ બોડી પાસે ગ્રામ પંચાયતના વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ મંજૂર કરવા માટે પુરતું સંખ્યાબળ ન હોવાથી ગ્રામ પંચાયતનું બજેટ બે વાર નામંજૂર થતાં આખરે વિકાસ કમિશનર દ્વારા ગ્રામ પંચાયતને સુપરસીડ/ વિસર્જિત કરવામાં આવી છે. અને સાથે જ ગ્રામ પંચાયતના વહિવટ માટે વહિવટદારની નિમણૂક પણ કરવામાં આવી છે….

બાબતે વિકાસ કમિશનર ગાંધીનગરએ કરેલ આદેશમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયત કે જેની ધોરણસરની મુદ્દત તા.૧૮/૦૧/૨૦૨૭ના રોજ પૂર્ણ થનાર હોય ગ્રામ પંચાયતના સરપંચ સહિત કુલ-૧૧ સભ્યોનું સંખ્યાબળ છે. તેનું સને ૨૦૨૨-૨૩નું વાર્ષિક અંદાજ પત્ર ૩૧ મી માર્ચ સુધીમાં મંજુર કરવાનું થતું હતું પરંતુ મુદતમાં બજેટ નામંજુર થતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામ પંચાયત વિરૂધ્ધ કાર્યવાહી કરવા દરખાસ્ત કરેલ છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની દરખાસ્ત અનુસંધાને તા.૦૪/૦૫/૨૦૨૨થી સરપંચશ્રી/ગ્રામ પંચાયતને
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ -૨૫૩ હેઠળ કારણદર્શક નોટીસ આપી જે કંઇ રજૂઆત કરવી હોય તે ગ્રામ પંચાયતના ઠરાવ સાથે લેખિત ખુલાસો દિન-૧૫ માં મોકલવા જણાવેલ જેમાં ગ્રામ
પંચાયત દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૨ના રોજ બેઠક બોલાવી ઠરાવ કરતાં આ ઠરાવ પણ 5 વિરૂધ્ધ 6 સભ્યોએ અંદાજપત્ર નામંજુર કરવાનો ઠરાવી નિર્ણય કરેલ છે..

જે બાદ વિકાસ કમિશનરે તા.૨૮/૦૬/૨૦૨૨ના રૂબરૂ સુનવણી માટે ગ્રામ પંચાયતને બોલાવતા જેમાં જિલ્લા પંચાયતના નાયબ ચિટનીશશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ 10 સભ્યશ્રીઓ હાજર રહી રજૂઆત કરેલ. આ રજુઆતમાં સરપંચશ્રીએ લેખિત રજૂઆત કરી જણાવ્યું કે, બજેટનો વિરોધ કરનાર 6 સભ્યો દ્વારા બજેટ નામંજુર કરવાનાં કોઈ કારણો દર્શાવેલ નથી.તા.૨૦/૦૬/૨૦૨૨ ની ગામસભામાં ઠરાવ નં. ૮ થી ગામ સભાએ બજેટ મંજુર કરવા માંગ કરેલ છે. જેમાં સામાપક્ષે ઉપસરપંચશ્રી તથા 5 સભ્યોએ લેખિત રજુઆત કરી જણાવ્યું કે, અંદાજપત્ર સાનુકૂળ ન હોઈ, બજેટ નામંજુર કરેલ છે તે બરાબર છે. અમો બહુમતી સભ્યોશ્રીઓ બજેટ મંજુર કરવા માંગતા નથી. કલમ-૨૫૩ અન્વયે કાર્યવાહી કરવા અમે સભ્યો સહમત છીએ…

ગ્રામ પંચાયતનું બજેટ બે વખત નામંજૂર થયા બાદ અને ત્રીજી વખત ગાંધીનગર વિકાસ કમીશ્નર સમક્ષ બંને પક્ષોની રજુઆતો બાદ ગ્રામ પંચાયત સમય મર્યાદામાં પોતાની ફરજો ન બજાવી બજેટ નામંજૂર થતાં આખરે વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતને વિસર્જિત કરી અને વહિવટ માટે વહિવટદાર તરીકે વાંકાનેર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત-૨ શ્રી ડી.એસ. શ્રીમાળીની નિમણૂક કરવામાં આવી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!