વાંકાનેર : પાંચ મહિના પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલ પરિણીતાએ ફિનાઈલ ગટગટાવતા સારવારમાં ખસેડાઇ….

0

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક પરિણીતા જેના હજુ પાંચ માસ પૂર્વે જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી હંસાબેન સંદીપભાઇ દેત્રોજા નામની પરિણીતા જેના લગ્ન હજુ પાંચ માસ પૂર્વે થયા હોય તેણે ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેરની પીર મશાયખ સાર્વજનીક હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI