વાંકાનેર તાલુકા પોલીસના પ્રોહિબીશન ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ પાસા તળે જેલ હવાલે કરાયા….

0

વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી પાસા વોરંટ ઇસ્યુ કરી બંને આરોપીઓને જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી લાલુરામ વિજયરામ સોમારામ ખરાડી (ઉ.વ. 22, રહે. ગિરવા જી. ઉદયપુર) અને પિન્ટુ માંગીલાલ લાલુરામ ડાંગી (ઉ.વ. 23, રહે. પાસા ગામ. અવલિયા તા.માવની જી. ઉદયપુર) સામે પાસા વોરંટ ઇસ્યુ થતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી મધ્યસ્થ જેલ લાજપોર તથા રાજકોટ જેલહવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl