મીલપ્લોટ ચોક ખાતે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરી આગેવાનોને આવકાર્યા, સામે હિન્દુ સમાજ દ્વારા મુસ્લિમ સમાજના આગેવાનોને શાલ ઓઢાડી સન્માનિત કરાયા….
વાંકાનેર વિસ્તારના નાગરિકો હંમેશાથી એકા-બીજા સાથે હળીમળીને રહી અને પરસ્પર તહેવારોની પણ હાથે ઉજવણી કરી વિવિધ રીતે કૌમી એકતાના દર્શન કરાવતાં રહ્યા છે, ત્યારે આજે વાંકાનેર ખાતે હિન્દુ-મુસ્લિમ કૌમી એકતાના દર્શન થયા હતા જેમાં આષાઢી બીજ નિમિત્તે નિકળેલ મચ્છુ માતાની ભવ્ય રથયાત્રાનું મીલપ્લોટ ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું….
વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોક ખાતેથી પસાર થતી આષાઢી બીજ રથયાત્રાનું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી હિન્દુ સમાજના આગેવાનોનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સામે યાત્રાના આયોજકો દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI