પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત એવું પણ કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેને કારણે જ બની છે…

નોંધનીય છે કે, નૂપુર શર્મા બીજેપી પ્રવક્તા હતા. તેમણે તાજેતરમાં જ એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો હતો. અહીં સુધી કે કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના નિવેદનની નિંદા કરી હતી. ત્યાર પછી બીજેપીએ નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા..

નૂપુર શર્માના પયગંબર સાહેબ વિશેના નિવેદનના કારણે આખા દેશના ઘણાં ભાગમાં વિરોધ પ્રદર્શન પણ થયાં છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. નૂપુર શર્માએ દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે.

નૂપુરના નિવેદન વિશે કોર્ટે કહ્યું કે, નિવેદનથી તેમના અભિમાની ચરિત્રનો ખ્યાલ આવે છે. તેનાથી શું ફેર પડે છે કે તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે. તેમને એવું લાગે છે કે, તેમની પાસે સત્તાની તાકાત છે અને તેઓ કાયદા વિરુદ્ધ કઈ પણ બોલી શકે છે. આ સાથે જ વિવાદિત ડિબેટને દર્શાવતી ટીવી ચેનલ અને દિલ્હી પોલીસની પણ ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસે શું કર્યું? અમને મોઢું ખોલવા માટે મજબૂર ના કરો. ટીવી ડિબેટ કયા વિષયની હતી ? તેનાથી માત્ર એક એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. તેમણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો, જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!