મચ્છુ નદીના પુલ પરથી એક્ટિવા લઇને પસાર થતા વૃદ્ધના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતાં લેતાં વૃદ્ધનું મોત, થોડી વાર માટે પુલ પર ટ્રાફિક જામ….

વાંકાનેર શહેર નજીક આવેલ મચ્છુ નદીના પુલ પર આજે સવારે દસ વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા ટ્રક વાહનના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા વૃદ્ધ પર વાહનના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતના કારણે થોડી વાર માટે પુલ પર ટ્રાફિક જામ થયો હતો અને બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા નરોત્તમભાઈ કાનજીભાઈ જાદવ (ઉ.વ ૭૩, રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર) નામના વૃદ્ધ જેઓ આજે સવારે ઘરેથી કામ પર નિકળ્યા હોય ત્યારે મચ્છુ નદીના પુલ પર પહોંચતા તેમણે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા હતા જેમાં વાહનના વ્હીલ તેમના પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું…

બનાવને પગલે મચ્છુ નદીના પુલ પર ટ્રાફિક જામ થઇ ગયું હતું અને બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

 

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!