તિથવા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને આ વિસ્તારની ચાર તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસી ઉમેદવારના પ્રચાર માટે ગઇકાલે તિથવા ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરી કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં મતદારો તરીકે જનમેદની હાજર રહી આ વિસ્તારમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવા સંકલ્પ કર્યો હતો…

તિથવા જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા નવ ગામો અમરસર, અરણીટીંબા, પાચંદ્રારકા, તિથવા, પીપળીયા રાજ, વાલાસણ, સીંધાવદર, પ્રતાપગઢ, નવી કલાવડી ગામના હજારોની સંખ્યામાં મતદારો કોંગ્રેસની આ શક્તિ સભામાં ઉમટી પડ્યા હતા

જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા હાજર તમામ મતદારોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અપીલ કરી હતી. જેને હાજર તમામ મતદારોએ સહર્ષ સ્વીકારી કોંગ્રેસ માટે વિજય સંકલ્પ લીધો હતો…

કોંગ્રેસની આ જાહેર સભામાં વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા, જીલ્લા દુધ સંઘના ડિરેક્ટર રસુલભાઈ કડીવાર, સહિત આ વિસ્તારના તમામ કોંગ્રેસી આગેવાનો, સરપંચો, સામાજિક-રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહારો કરી, ભાજપને જાકારો આપી કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી….

અરણીટીંબાથી પ્રદિપસિંહના દિકરા હર્ષદીપસિંહ રાણા, જયદીપસિંહ રાણા, તિથવા ગામના સરપંચ ઈબ્રાહિમભાઈ, અલાઉદીભાઈ ઉપસરપંચ, હુસેનભાઇ ખોરજીયા, નવરભાઈ માજી સરપંચ, સોલેભાઈ, સાજીભાઈ ખાસ હાજર રહ્યા હતા…

આ સાથે જ કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શનમાં બહાર ગામથી નવી કલાવડી ગામના સરપંચ સલીમભાઈ, માજી સરપંચ માહમદભાઈ શેરસીયા, પ્રતાપગઢ સરપંચ અબુજીભાઈ, સિંધાવદરથિ ફતેમામદ પરાસરા(પુર્વ તા.પ. સદસ્ય), પાંચ દ્વારકાસરપંચ સાહબુદીનભાઈ, અમરસર સરપંચ ઈદ્રીશભાઈ, યુનુસભાઈ શેરસીયા (પુર્વ તા.પ. સભ્ય, પીપળીયા રાજ), વાલાસણ ગામના ખ.વ.સંઘના સભ્ય યુનુસભાઈ, બશીરભાઈ, ફતેમામદ કડીવાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…

👉 આ કાર્યક્રમનું લાઇવ કવરેજ જોવા માટે નીચે ક્લિક કરો…👇

https://m.facebook.com/story.php?story_fbid=284547366423054&id=116493430259053

 

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

 

error: Content is protected !!