વઘાસીયા GIDC કારખાનામાં યુવાનનો ગળાફાંસો ખાઇ અને રંગપર ગામે યુવાનનો ઝેરી દવા પી આપઘાત….
પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામ ખાતે રહેતા પ્રવીણભાઇ ખીમાભાઇ ગોગીયા(ઉ.વ. 25) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વઘાસીયા જીઆઇડીસીમાં આવેલ એક્યુટોપ સીરામીક ફેકટરીમાં પાણીના ટાંકા પાસે સૌરભભાઇ રેવતીપ્રસાદ ચૌધરી (ઉ.વ. 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI