વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા માસીના ઘરે આવેલ ભણેજનો ગળાફાંસો ખાઈ આપઘાત….

0

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે પોતાના માસીના ઘરે આવેલ ભાણેજે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે પોતાના માસી નસિમબેન જુણેજાના ઘરે આવેલ ભાણેજ આબિદભાઈ હુસેનભાઇ કુરેશી (ઉ.વ. ૩૨, રહે, હસનપર) એ કોઈ અગમ્ય કારણોસર માસીના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર અર્થે પીરમશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI