તિથવા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને આ વિસ્તારની ચાર તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસી ઉમેદવારના પ્રચાર માટે આજે તિથવા ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વિસ્તારના તમામ ગામોના મતદારોને હાજરી આપવા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે….

તિથવા જીલ્લા પંચાયત સીટ હેઠળ આવતા નવ ગામો અમરસર, અરણીટીંબા, પાચંદ્રારકા, તિથવા, પીપળીયા રાજ, વાલાસણ, સીંધાવદર, પ્રતાપગઢ, નવી કલાવડી ગામના તમામ મતદારોને/ગ્રામજનોને તિથવા જીલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી તથા તિથવા તાલુકા પંચાયતના ઉમેદવાર રહિમભાઈ ખોરજીયાનાં દ્વારા કોંગ્રેસ પક્ષના આ વિસ્તારમાં યોજાનાર શક્તિ પ્રદર્શનમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ શક્તિ પ્રદર્શનમાં / જાહેર સભામાં આ વિસ્તારના નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે ઈસ્માઈલભાઈ બાદી ગામડાઓ ખુંદી રહ્યા છે જેમાં તેમનો બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ આ સભાને સફળ બનાવવા માટે આ વિસ્તારમાં આવતા દરેક ગામના સરપંચશ્રીઓ, સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, કોંગ્રેસી આગેવાનો, યુવાનો તેમજ દરેક સમાજના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કોંગ્રેસની આ જાહેર સભામાં વાંકાનેરના લોકલાડીલા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરજાદા, જીલ્લા દુધ સંઘના ડિરેક્ટર રસુલભાઈ કડીવાર ખાસ હાજર રહેશે અને હાજર જન મેદનીને સંબોધન કરશે. જેથી આ શક્તિ પ્રદર્શનમાં ખાસ હાજર રહેવા કોંગ્રેસ તરફથી આહવાન કરવામાં આવ્યું છે…

• સભા સ્થળ •

ખોરજીયા વલી હબીબ(હાજી સાહેબ)ના પ્લોટમાં, જડેશ્વર રોડ, તિથવા

સમય : રાત્રે ૮ કલાકે

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!