વાંકાનેર તાલુકાની રાતીદેવરી જીલ્લા પંચાયત સીટના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાને ઠેર ઠેર મળતો પ્રતિસાદ : તેમની વિજયી વિશ્વાસ યાત્રાને આગળ ધપાવવા માટે મતદારો તત્પર…

મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની તિથવા સીટ પર ગત ટર્મમાં ભાજપના દિગ્ગજ નેતાને જંગી મતોથી હરાવી વિજય બની મોરબી જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સેવા આપી સરકાર તરફથી બહુમાન મેળવનારા લોકપ્રિય નેતા એવા ગુલામભાઈ પરાસરાને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પરથી મેદાનમાં ઉતરતા તેઓ અહીં પણ જંગી બહુમતીથી વિજય બને તેવો માહોલ સર્જાયો છે….

પોતાના મતવિસ્તારના નાનામાં નાની વ્યક્તિ કે છેવાડાના વિસ્તારોના પ્રશ્રોના તાગ મેળવી તાત્કાલિકના ધોરણે તેને હલ કરવા સતત પ્રયત્નશીલ રહેતા અને લોકો વચ્ચે ખડેપગે રહી લોક સેવા કરતા ગુલામભાઈ પરાસરાને પોતાની લોક કામગીરીના કારણે ‘ હાંકલ મારો અને હાજર થાય ‘ તેવા નેતાઓમાં જનતાએ સ્થાન આપ્યું છે.

ગુલામભાઈ પરાસરાને રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર ચુંટણી પ્રચાર દરમિયાન રાતીદેવરી, કોઠારીયા, પંચાસર, પંચાસીયા, હસનપર, વાંકીયા, રાણેકપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બહોળી સંખ્યામાં જનાધાર મળ્યો હતો અને મતદારોએ તમને આ વખતે પણ જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ખાત્રી આપી હતી…

રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર મતદારોનો કોંગ્રેસ તરફી લોક જુવાળ જોતા હાલ આ વિસ્તારમાંથી ગુલામભાઈ પરાસરાનો રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય થશે માહોલ સર્જાયો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!