મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ચૂંટણીજંગમાં વાંકાનેરની મહિકા બેઠક ઉપરથી મેદાને ઉતરેલા કોંગ્રેસ અગ્રણી નવઘણભાઇ મેઘાણીને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક દરમિયાન ગામે -ગામથી આવકાર મળી રહ્યો છે અને મતદારો વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે…
મહિકા જીલ્લા પંચાયત બેઠક પર વર્ષોથી મેઘાણી પરિવારનો દબદબો રહ્યો છે અને અહિંના મતદારો તેમને દર વખતે જંગી બહુમતીથી વિજય બનાવી પોતાના નેતા તરીકે ચુંટી રહ્યા છે જેમાં આ વખતે પણ કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરેલા નવઘણભાઇ મેઘાણીને ચુંટણી પ્રચાર દરમિયાન મળતા પ્રચંડ જન સમર્થનથી આ બેઠક પર કોંગ્રેસને અભૂતપૂર્વ જીત મળવાના ગણિત મંડાઈ ગયા છે…
હાલમાં કોંગ્રેસના પીઢ નેતા નવઘણભાઇ મેઘાણી અને કોંગ્રેસી અગ્રણીઓ મહિકા જીલ્લા પંચાયત મતવિસ્તારમાં ઝંઝાવાતી પ્રવાસ કરી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા પણ સતત જાગૃત રહેતા અને લોકસેવા માટે ખડેપગે રહેતા કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ અપાવી વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે…
મહિકા જીલ્લા પંચાયત બેઠક ઉપર હાલમાં નવઘણભાઇ મેઘાણી દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરી પ્રચારયાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં આ બેઠક હેઠળ આવતા મહિકા, ગારીયા, ગારીડા, હોલમઢ, સમઢિયાળા, મેસરીયા, રાતડીયા, ગુંદાખડા, રંગપર સહિતના ગામોમાં પ્રચારયાત્રા દરમિયાન રીતસર કોંગ્રેસનું વાવઝોડુ ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs