વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી ન ચાલવા કહેતો હોય જેથી આ બાબતે યુવાન આરોપીને સમજાવવા માટે જતા એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપીએ યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ઇલ્મુદીનભાઇ અબ્દુલભાઇ શેરસીયા(રહે. જેતપરડા)એ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વાંકાનેરના જેતપરડા ગામે જાલી રોડ ઉપર પાણીના સંપ પાસે હોય ત્યારે તેઓની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને આરોપી ભુપતભાઇ શામજીભાઈ નંદાસણીયા(રહે. જેતપરડા) દ્વારા વાડી પાસેથી અવરજવર ન કરવા માટે કહેતા હોય,
જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયા હતા ત્યારે ભુપતભાઈ એકદમ ઉશ્કેરાઇ અને ફરિયાદીને ગાળો આપી, લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI