વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક આઇસર મેટાડોરને ચોક્કસ ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રોકી તલાશી લેતા તેમાંથી 580 પેટી વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે કુલ રૂ. 30.99 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 36.17 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ વાંકાનેર બાઉન્ડ્રી નજીક પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના હેડ કો. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા અને વિક્રમભાઇ કુગશિયાને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થઇ રહેલા મેટાડોર આઈસર નંબર GJ 15 AT 6661 રોકી તલાશી લેતા તેમાં ખાતરની કોથળીઓમાં ભુસુ ભરીને તેની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું…
જેથી પોલીસે આઇસર મેટાડોર ટ્રક માંથી જુદીજુદી બ્રાન્ડની 580 પેટી વિદેશી દારૂની મળી આવી હતી જેમાં 330 પેટી મેકડોનેલ સુપર વ્હિસ્કી, 150 પેટી ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કી, 90 પેટી મેઝીક મુવમેન્ટ વોડકા, 10 પેટી બ્લેન્ડર પ્રાઈડ વ્હિસ્કી સહિત કુલ રૂ. 30.99 લાખનો દારૂ અને 8,900 રૂપિયા રોકડા, પાંચ લાખની કિંમતનું આઇસર મેટાડોર અને ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 36,17,900 ની કિંમતના મુદ્દામાલ સાથે આઇસર મેટાડોર ડ્રાઇવર લાલુરામ વિજયરામ મીણા(ઉ.વ. ૨૨, રહે. ચણાવદા, રાજસ્થાન) તથા ક્લીનર પિન્ટુભાઈ માંગીલાલ ડાંગી (ઉ.વ. ૨૩, રહે. ઘાસા, રાજસ્થાન)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
સાથે જ પોલીસે આ બનાવમાં ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી લોગરાજ ઉર્ફે બબ્બી (રહે. આબુરોડ, રાજસ્થાન) અને ગોવિંદ રબારી (રહે. નાથદ્વારા, રાજસ્થાન)ના નામ ખુલતા તેની સામે પણ વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7