રાજકોટના રામપરા બેટી ગામે 65 પરિવારોને મુખ્યમંત્રીના હસ્તે નવા મકાન સોંપાયા, કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઇ…..

0

રાજકોટના રામપરા બેટી ગામ ખાતે વિચરતી વિમુખ જાતીના(રખડતા ભટકતા) 65 પરિવાર માટે સંજીવની સોસાયટીમાં રહેવા પાકા મકાન બનાવવામાં આવ્યા હતા જેમાં ગઇકાલના રોજ ગુજરાત રાજ્યના માનનીય, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ તમામ પરિવારોને નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો‌ આ તકે સ્થળ પર ખાસ હવન અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને ભાજપ અગ્રણી બાબુભાઈ ઉધરેજાએ પોતાના સ્વ ખર્ચે ૧૦૦૦ જેટલા લોકો માટે ભોજન સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી…