ઓનલાઇન મહિલા પાસેથી ડ્રેસ ખરીદી રોમિયોગીરી કરી પરિણીતા પર એસિડ ફેંકવાની ધમકી આપનારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો….

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતી એક પરિણીત મહિલા પાસેથી ઓનલાઈન ડ્રેસ ખરીદી કરી બાદમાં મિત્રતા રાખવા દબાણ કરતા મહિલાએ પોતે પરિણીત હોવાનું જણાવતા પરિણીતા અને તેમના નણંદને ફોન પર એસિડ એટેકની ધમકી આપતા આ મામલે મહિલાએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે મહિલાને એસિડ એટેકની ધમકી આપનાર હિસ્ટ્રી ચિટર આરોપીને વડોદરા ખાતેથી પકડી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન ડ્રેસ મટિરિયલનો બિઝનેશ કરતા મેઘનાબેન હિતેશભાઈ ભટ્ટ પાસેથી ઓનલાઈન ખરીદી કર્યા બાદ જાવીદ કુરેશી નામના શખ્સ દ્વારા મહિલા સાથે ફ્રેન્ડશીપ રાખવા જણાવતા મેઘનાબેને પોતે પરિણીત હોવાનું જણાવી ફોન નહી કરવા કહેતા આરોપી જાવિદે ફોન પર ગાળો આપી મેઘનાબેન અને તેમના નણંદ ઉપર એસીડ એટેકની ધમકી આપી હતી.

જેથી આ મામલે મહિલાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બનાવ સ્ત્રી અત્યાચારનો હોય જેથી પોલીસે બનાવને પ્રથમ અગ્રતા આપી આરોપીની તાત્કાલિક અસરથી પકડી પાડવા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ દ્વારા સૂચના આપવામાં આવી હતી…

જેથી બાબતે વાંકાનેર સીટી પોલીસે તાત્કાલિક અસરથી આરોપી જાવેદભાઈ ભીખુભાઈ કુરેશી (ઉ.વ. ૩૩, રહે. નવાગઢ, જેતપુર)ને અલ્કાપુરી મેઈન રોડ, વડોદરા ખાતેથી ઝડપી લીધો હતો જેમાં આરોપીની કડક પુછપરછ કરતાં તેની સામે અગાઉ છ અલગ અલગ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે હિસ્ટ્રી ચિટર આરોપીને કાયદાનો પાઠ ભણાવી કોર્ટમાં રજૂ કરી બાદ જેલ હવાલે કર્યો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!