દેશમાં મોંઘવારીના કારણે દિનપ્રતિદિન સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની રહી છે ત્યારે ગૃહિણીના બજેટ ખોરવતા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારા વચ્ચે છેલ્લા ચાર દિવસમાં સિગતેલના ડબ્બામાં રૂ. 80નો વધારો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂ. 150 રૂપિયાનો વધારો થયો છે. તેમજ ખાદ્યતેલના ભાવ વધતા જનતા પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે….
છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના તેલના ડબ્બામાં 80 રૂપિયાનો વધારો થયો છે તથા કપાસિયા તેલમાં 150 રૂપિયા વધ્યા છે. ખાદ્યતેલોમાં ભાવની તેજી બે લગામ બની છે. જેમાં સિંગતેલ ડબ્બાના ભાવ રૂપિયા 2800ને પાર થયા છે. તેમજ છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલમાં કૃત્રિમ ભાવ વધારો થયો છે કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2730 ભાવે પહોંચ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થતાં બન્ને ભાવ નજીક પહોંચ્યા છે.
આવી જ રીતે પામતેલમાં રૂપિયા 20 વધતા ભાવ ડબ્બો રૂ. 2515એ પહોંચ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ત્યારે હવે લગ્નનની સિઝન શરુ થતાની સાથે જ ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7