વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નશાની બદી બેફામ ચાલી રહી છે જેને ડામવા પોલીસ તંત્ર પણ સજ્જતા દેખાડી રહ્યું છે જેમાં આજે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી પોલીસ દ્વારા એક રહેણાંક મકાનમાંથી માદક પદાર્થના ડોડાના જથ્થા સાથે બે શખ્સોને કુલ રૂ. છ લાખ કરાતાં વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ વાંકાનેર નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી ૨૨૨.૮૧૦ કિલો અફીણના ડોડાનો જથ્થો મળી આવ્યો હતો….
આ બનાવમાં આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા પોતાના રહેણાંક મકાનમાં તેના બનેવી દેવરાજભાઈ ઉર્ફે રાણાભાઇ રામજીભાઈ ધોરીયા બંને અફીણના ડોડાનો ૨૨૨.૮૧૦ કિલો જથ્થો જેની કીંમત રૂ. ૬,૬૮,૪૩૦ વેચાણ કરવાના ઈરાદે આરોપી શંકરલાલ ગોપીલાલ ગુર્જર મારફતે ટ્રેઇલર આર જે ૩૦ જીએ ૪૮૭૨ પાસેથી મંગાવી હેરાફેરી કરી પ્રવીણભાઈ ભાલીયાએ પોતાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદે રાખ્યો રાખતો હોય,
જેથી પોલીસે સ્થળ પરથી ઉપરોક્ત માદક પદાર્થ સાથે આરોપી પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયા અને દેવરાજભાઈ રાણાભાઇ રામજીભાઈ ધોરીયાને રંગે હાથ ૨૨૨.૮૧૦ કિલો અફીણના ડોડા તથા બે મોબાઈલ સહિત કુલ મુદામાલ કીમત રૂ. ૬,૬૯,૪૩૦ નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી શંકરલાલ ગોપીલાલ ગુર્જર હાજર નહિ મળી આવતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2