ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્મા તથા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર આગામી કોંગ્રેસના સભ્ય નોંધણી ઝુંબેશ અભિયાન અંર્તગત વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર વિધાનસભા સીટ માટે એક બેઠકનું આયોજન વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું….
વાંકાનેર કોંગ્રેસ ટીમની આ બેઠકમાં વાંકાનેર વિધાનસભાના પ્રભારી એડવોકેટ હારૂન પલેજા, મોરબી જિલ્લાના સંયોજક પ્રભારી ભાવનાબેન ગોર, મોરબી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવધનભાઈ મેઘાણી તથા જિલ્લા પંચાયતના સદસ્યો ઇસ્માઇલભાઇ બાદી, કરસનભાઈ લુભાણી તેમજ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા ઉમેદવારો,
વાંકાનેર તાલુકા પંચાયતના તમામ સદસ્યો, વાંકાનેર માર્કેટ યાર્ડના પ્રમુખ શકીલ પીરઝાદા, યાર્ડના ડાયરેક્ટરો, મહેશભાઈ અઘેરા બક્ષીપંચ સેલના પ્રમૂખ, વાંકાનેર શહેર કોંગ્રેસના પ્રમૂખ અરવિંદભાઈ અંબલિયા, વાંકાનેર તાલુકા કૉંગ્રેસના પ્રમૂખ જસુભાઈ ગોહિલ, પ્રદેશ લઘુમતી સેલના ઉપપ્રમુખ ઈરફાન પીરઝાદા, માજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને વિરોધપક્ષના નેતા યુનુશ શેરશીયા, વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ રોશનબેન શેરસિયા,
યુથ કોંગ્રસના પ્રમુખ અસગરભાઈ, આબિદભાઈ ગઢવારા, માંજી જિલ્લા ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, રસૂલભાઈ કડીવાર, તાલુકા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરો, કિશાન સેલના આગેવાનો, જીલ્લા દૂધ સંઘના ડાયરેક્ટરો તેમજ કૉંગ્રેસ પક્ષના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષના સભ્ય નોંધણી ઝુંબેશ અભિયાનની કામગરી ઝડપથી પૂરી કરવા કમર કસી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2