યાર્ડ ખાતે આવતી જણસીની રોજ ઉતરાઈ, રોજ તોલાઈ, રોજ વેચાણ…
હાલ ગુજરાતમાં જીરા, ધાણા, રાય, ચણા, મેથી સહિતના પાકોની સીઝન હોય જેથી વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરા, ધાણા, રાય, ચણા, મેથીની મબલખ આવક શરુ થઇ છે. ચાલુ વર્ષે દરેક જણસીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોય જેથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે….
વાંકાનેર માર્કેટયાર્ડમાં આવતી દરેક જણસીની જે આવક થાય છે, તેની રોજ ઉતરાઈ, રોજ વેચાણ, રોજ તોલાઈ અને તેજ દિવસે ખેડૂતોને તેમની જણસીનું બીલ મળી જતુ હોવાના કારણે કોઈ પણ ખેડૂતનો માલ પેન્ડીગ રહેતો નથી. વાંકાનેર માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને તેજ દિવસે પેમેન્ટની સુવીધા દલાલભાઈઓ દ્વારા પુરી પાડવામાં આવે છે. તેમજ માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે રાત્રે સુવા માટે ખેડૂત રેસ્ટ હાઉસ પણ આવેલ છે.
યાર્ડમાં ખેડૂતોને મળતી સુવિધાઓ અને મેનેજમેન્ટની સારી કામગીરીના કારણે ગત વર્ષ માર્કેટયાર્ડની આવકમાં પણ વધારો થયો છે. ચાલુ વર્ષે પણ જણસીની આવક વધુ થતા માર્કેટયાર્ડની આવકમાં વધારો થશે એવી અપેક્ષા છે. ખેડૂતોએ પોતાની જણસીના ઉંચા ભાવ મળી રહે તે માટે હંમેશા ખેડૂતો યાર્ડમાં જ પોતાનો માલ વહેંચે તેવી અપીલ માર્કેટયાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ કરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2