વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાંથી આશરે સાડા પાંચ માસ પૂર્વે એક શખ્સ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો જે આરોપીને મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી અપહરણના ગુનાઓ શોધી કાઢવા મોરબી એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપી અને ભોગ બનનાર બંને વિંછીયા પોલીસ મથકના હદ વિસ્તારના મોટા માત્રા, ગોરૈયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીને પગલે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી વિજય ભીખાભાઈ કોળી (રહે ચોટીલા)ને ગોરૈયા ગામની સીમમાંથી ઝડપી અને ભોગ બનનારને શોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

પોલીસ ટીમની આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈ એમ. આર. ગોઢાણીયા, પીએસઆઈ એન. બી. ડાભી, પીએસઆઈ એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, બકુલભાઈ કાસુન્દ્રા સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2


