વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની સીમમાંથી જૂની-નવી કલવાડી ગામ તરફ જતી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં ભંગાણ કરી ખેડૂત સિંચાઇ માટે પાણી ચોરી કરતાં હોવાનો બનાવ સામે આવતા બાબતે આરોપી ખેડૂત સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાબતે ફરિયાદી કોન્ટ્રાક્ટર અમરસિંહ જેઠસુરભાઈ સિસોદિયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના સર્વે નંબર 29/1 પૈકી 1/ પૈકી 1/ પૈકી 1 તથા સર્વે નંબર 314 તથા સર્વે નંબર 300 પૈકી 1 ના ખેડૂત ખાતેદારોએ પોતાના લાભ માટે વાંકાનેર ગ્રુપની જૂની-નવી કલવાડી ગામ તરફ જતી પાણી પુરવઠાની પાઈપલાઈનમાંથી 64 મીમી ડાયા પીવીસી તથા 1 ઇંચ અચે.ડી.પી.ઈ પાઈપલાઈન મારફતે ગેરકાયદેસર કનેકશનો આપી પાણીનો ખેતીની પિયત માટે ઉપયોગ કરી રહ્યા છે જેથી આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2