વાંકાનેર શહેર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર નજીકથી પસાર થતી એક યુવતીને એક શખ્સે ગાળો આપી હતી જેથી યુવતીએ ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપી કરણ ભડવારે તેના હાથમાં પહેરેલી કડું યુવતીના કપાળ ઉપર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે યુવાન સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નં-૨ ખાતે રહેતા શોભનાબેન પરસોત્તમભાઈ દેત્રોજા (ઉ.વ. 20) વાંકાનેર શહેરના સ્વામીનારાયણ મંદિર પાસેથી ચાલીને પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી કરણ અજાભાઈ ભરવાડએ તેને ગાળો આપી હતી જેથી શોભનાબેને તેને ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ગયેલા કરણ ભરવાડે તેના હાથમાં પહેરેલ કડુ શોભનાબેનને કપાળના ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં ભોગ બનેલ શોભનાબેનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી કરણ ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!