વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે રોંગ સાઇડમાં આવતા એક ટ્રક ચાલકે સામેથી આવતા બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો બાદમાં સારવાર લીધા બાદ યુવાને ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે રહેતા ધીરુભાઈ લવજીભાઈ સરવારીયા (ઉ.વ. 48) પોતાનું બાઇક નં. GJ 3 DB 7726 લઈને વાંકાનેર-મોરબી હાઇવે પર વઘાસીયા ટોલનાકા નજીકથી પસાર થઈ રહ્યો હોય દરમ્યાન સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક નંબર GJ 03 BW 2919ના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ધીરુભાઈને ડાબા પગમાં,
તેમજ ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હતી અને ખભાના ભાગે તેમજ શરીરમાં નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ધીરુભાઈએ હાલમાં ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2