વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વરડુસર ગામના બસ સ્ટોપ નજીક દરોડો પાડી મોટર સાયકલ પર દારૂની હેરફેર કરતા ત્રણ શખ્સોને આઠ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે તાલુકાના વરડુસર ગામના બસસ્ટેન્ડ નજીક વોચ ગોઠવી વિદેશીદારૂની હેરફેર કરતા અદેપર ગામના સતિષભાઇ વિઠલભાઇ કગથરા, લાલજીભાઇ ભરતભાઇ વરાણિયા અને વરડુસર ગામના રવીન્દ્રભાઇ રમેશભાઇ શેટાણીયાને મેકડોવેલ નંબર-1ની આઠ બોટલ કિંમત રૂપિયા 3,000 તેમજ મોટર સાયકલ કિંમત રૂપિયા 25,000 સહિત કુલ રૂ.28,000 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા….

ઉપરોક્ત બનાવમાં ઝડપાયેલ આરોપીઓએ દારૂના આ ગોરખધંધામાં હરેશ સોમાભાઇ ઉઘરેજા સંડોવાયેલ હોવાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

