વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ટોલનાકા નજીકથી પસાર થતી એક કારને રસ્તામાં કૂતરું ઉતરતા કાર ચાલક કૂતરાને બચાવવા જતા કાર રોડ સાઈડમાં પડેલ આઇસરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી જેમાં કારચાલક અને તેમની દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરની કોઠારીયા કોલોની કવાર્ટર નંબર ૨૪૬ અને બ્લોક નંબર ૩૫ માં રહેતા હુલાસબા હારૂભા જાડેજા (ઉ.વ. 51)એ વાંકાનેર તાલુકા પોલીસમાં તેમના પતિ હારૂભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે કે, તેઓના પતિ અલ્ટો કાર નંબર GJ 3 KP 5271 લઈને વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસેથી પસાર થતા હોય ત્યારે રસ્તા પર કૂતરૂ આડું ઉતરતા તેને બચાવવા માટે જતા રોડ સાઈડમાં પહેલા આઇસર નંબર GJ 36 V 2498 સાથે તેમની કાર અથડાઈ હતી,
જેથી કરીને ફરિયાદીના પતિ હરુભા અને તેની દીકરી ચેતનાબાને ઇજાઓ પહોંચતા બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવમાં મહિલાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT