ગુજરાત એસટીનો સમયબદ્ધતાનો દાવો પોકળ સાબિત કરતી વાંકાનેર ડેપોની બસો : ક્યારેક બસ અડધી કલાક વહેલી તો ક્યારેક બે કલાક મોડી..!
વાંકાનેર એસ.ટી ડેપો દ્વારા નીયમીત બસો દોડાવવાની વ્યવસ્થામાં થતી અણઘડતાના કારણે છેલ્લા ઘણા સમયથી વાંકાનેર-રાજકોટ રૂટ પર ચાલતી બસોમાં મુસાફરી કરતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેમાં આ રૂટ પર પોતાના નિયત સમયે ઉપડતી બસો મોટેભાગે અડધી કલાક વહેલી અથવા બે-બે કલાક મોડી અને એમાં પણ 50 કીમી નું અંતર કાપવા માટે બે થી અઢી કલાક જેટલો સમય લાગે છે જેનાથી મુસાફરો હેરાન થતાં હોય બાબતે ડેપો મેનેજરને રજુઆત કરતા જવાબદાર અધિકારી દ્વારા પણ નાગરિકોને ઉડાઉ જવાબો આપવામાં આવે છે…
બાબતે વાંકાનેર-રાજકોટ વચ્ચે નોકરી-ધંધા અને અભ્યાસ માટે મોટા સમુહમાં નાગરિકો દરરોજ એસટી બસોમાં અપડાઉન કરે છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર-રાજકોટ રુટ પર ચાલતી બસોમાં વાંકાનેરથી સાજે ૭:૩૦ કલાકે ઉપડતી બસ રાત્રે ૯ કલાકે અથવા સમય કરતાં અડધો કલાક વહેલી, રાજકોટથી સવારે ૭ કલાકે ઉપડતી બસ ૧૦ વાગ્યે વાંકાનેર પહોંચે છે…
વાંકાનેર એસટી ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી બસોના ટાઇમીંગ બાબતે અણઘડતા સર્જાતી હોવાની રાવ મુસાફરો કરી રહ્યા છે. પરંતુ બાબતે જવાબદાર મહિલા ડેપો મેનેજર પણ મુસાફરોની રાવ ગણકારતા ન હોવાથી મુસાફરો ‘ જાયે તો જાયે કહા ? ‘ જેવો ઘાટ સર્જાયો છે….
બાબતના ડેપો મેનેજર દ્વારા રાજકોટ શહેર નજીક બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે વાંકાનેરથી રાજકોટ જતી તમામ એસટી બસો વાયા બેટી થઈ જતી હોય જેથી બસોની સમયબદ્ધતા જળવાતી નથી પરંતુ આ બાબતે વ્યવસ્થા કરવાની જવાબદારી કોની ? જેના પરથી ડેપોમાં વ્યવસ્થાની અણઘડતા અને જવાબદાર અધિકારીની બેજવાબદારી સ્પષ્ટ થઇ રહી છે.
આ સાથે જ જો બસો વાયા બેટી થઈ જતી હોય તો સમય મર્યાદામાં 15 મીનીટ જેટલો ફેર પડે પરંતુ હાલ તો બસો પોતાના સમય કરતાં અડધો કલાકથી અઢી કલાક જેટલી મોડી થાય છે જેના પાછળ વ્યવસ્થાની અણઘડતા સ્પષ્ટ થાય છે. જેથી આ બાબતે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી એસટી બસોની નિયમિતા જળવાઇ અને સવારના સમયે વધુ બસો ફાળવવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે...
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf