વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા એક રિક્ષા ચાલકના નવા રાજાવડલા ખાતે આવેલ પ્લેટમાં આ જ ગામના એક શખ્સ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી જમીન હડપ કરી જવાની કોશિશ કરી કબ્જો જમાવી લેતા આરોપી સામે વાંકાનેર પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામ ખાતે રહેતા અને રિક્ષા ચલાવતા કાળુભાઈ વાઘાભાઈ ગમારાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓનો રાજાવડલા ગામતળમાં આવેલ પ્લોટ નં. ૧૪૯ ની ૩૩૪-૪૦ ચોરસ મીટર વાળી ખુલ્લી જમીનમાં આ જ ગામના ગાંડુ દેવશીભાઈ ગમારાએ ગેરકાયદે પ્રવેશ કરી જમીન (પ્લોટ) પચાવી પાડવાના આશયથી દબાણ કરી ઢોર બાંધી, પ્લોટ ફરતે ફેન્સીગ કરી કબ્જો જમાવી લીધો છે…
વધુમાં આરોપીએ પોતાના ફાયદા માટે જમીનનો ઉપયોગ કરી ફરિયાદી સાથે માથાકૂટ કરી, ગાળો બોલી, કુવાડી વડે મારવા દોડી ધાક-ધમકી આપી હતી જેથી ફરિયાદીએ બનાવની વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf