વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે આગાઉ દસેરાના દિવસે પ્રસંગમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી એક મહિલા સહિત ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા ભરતભાઇ જીવાભાઇ ચાવડા (ઉ.વ. ૩૩)એ વાંકાનેર પોલીસમાં આરોપી અશ્વીન કાંતીભાઇ ચાવડા, કાંતીભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, ચંદ્રીકાબેન અશ્વીનભાઇ ચાવડા (રહે ત્રણેય લુણસર) અને કુણાલ મુકેશભાઇ પરમાર (રહે. ઇન્દીરાનગર, મોરબી) સામે ફરિયાદ નોંધાવી છે કે,
ગત તા તા.૧૬/૧૦ ના ત્રણેક વાગ્યાના અરસામા લુણસર ગામમાં દશેરાના દીવસે તેમનું કુટુંબ ભેગું થયેલ હોય તે વખતે તાવાના ચુલા ખસેડવા બાબતે ફરિયાદી ને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદી યુવાનને લાકડી તથા પાઇપ વડે માર-મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
ઉપરોક્ત બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર પોલીસે ચાર આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf