ઘરઘણી ઉપરના માળે સુતા રહ્યા અને તસ્કરોએ નીચે ઘરને સાફ કરી દીધું : આજ રાત્રિના બીજા બે સ્થળોએ પણ ચોરી થઇ હોવાનું ખુલ્યું, પોલીસ હંમેશાની માફક ફક્ત મુક પ્રેક્ષક બની રહી…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ ખાતે આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં શનિવાર રાત્રીના તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જેમાં અજાણ્યા ચોર રાત્રીના સમયે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડ રકમ સહિત કુલ રૂ. 1,12,000ની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.‌..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા મકબુલભાઈ અબ્દુલભાઈ મેસાણીયાના મકાનોમાં કોઈ અજાણ્યા તસ્કરોએ શનિવારે રાત્રિના પ્રવેશ કરી, પરિવારજનો જ્યારે ઉપરના માળે સુતા હોય ત્યારે તસ્કરોએ નીચેના માળે આવેલ કબાટનો નકુચો તોડી કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ. 40,000, સોનાનો ચેન, એરીંગ, દાણો, વીંટી, ચાંદીના સાકરા સહિત રૂ 72,000 ની કિંમતના દાગીના સહિત કુલ રૂ. 1,12,000 ના મતાની ચોરી કરી હતી…

આ ઉપરાંત, આ વિસ્તારમાં અન્ય બે સ્થળે પણ આજ સમય દરમિયાન ચોરી થઇ હોવાનો જાણવા મળેલ છે જેમાં એક જગ્યાએ નીર એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી રોકડ રકમ તથા લેપટોપની ચોરી તેમજ આગળ એક ઓફીસમાંથી પણ ચોરી થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા હોવા છતાં બાબતે આજ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેનો ભોગ આમ નાગરિકો બની રહ્યા છે…

જેથી આ બાબતે પોલીસ તંત્ર સાબદું બની તાત્કાલિક આ ચોરીના બનાવોને રોકી અને નાગરિકોને પુનઃ પોતાના જાનમાલની સલામતીનો અનુભવ કરવાએ તે અનિવાર્ય બન્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!