વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાત ભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હદાયત આપનાર હ. પીર હશન કબીરૂદ્દીન કુફ્ર શીકન (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન સમાજની મોટી ગાદીના ગાદી નશીન હ.પીર સૈયદ અબ્દુલમુત્તલીબ કાસીમઅલી (રહે.-વાંકાનેર–સોરાષ્ટ્ર)નો આગામી ઈસ્લામિક ચાંદ-૨૭ સફર, તા.૦૪/૧૦/૨૦૨૦૧, સોમવારના રોજ ઈશાની નમાઝ બાદ વાંકાનેર ખાતે સૂફી પરંપરા પ્રમાણે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે…
આ સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ શંદલ શરીફની રસમ અદા કરવામાં આવશે, ત્યાર બાદ સુફી પરંપરા પ્રમાણે મહેફીલે શમા (કવ્વાલી) નું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમા યુપીના મશહુર કવ્વાલ સરફરાજ-રાજા એન્ડ પાર્ટી સુફી કલામ પેશ કરશે. આ પ્રસંગે દરગાહ શરીફના સજ્જાદા નશીન તેમજ સમગ્ર મોમીન સમાજની મોટી ગાદીના ધર્મગુરૂ સૂફી સંત અલ્હાઝ પીર સૈયદ ખુરશીદહૈદર પીરઝાદા (ઉર્ફે. મીરસાહેબ),
ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા, ઈરફાન પીરઝાદા(પૂર્વ પ્રમુખ યાર્ડ) અને સૈયદ મોઈનએહમદ મંજુરહુશૈન પીરઝાદા સહીત સમગ્ર પીરઝાદા પરીવાર અને ગુજરાતભરમાંથી અકીદતમંદો હાજર રહેશે. જેથી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓને હાજર રહેવા અલ્હાજ સૈયદ શાઈરએહમદ ખુરશીદહૈદર પીરઝાદાએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf