નવરંગ નેચર કલબ દ્વારા વાંકાનેર શહેરના શ્રી ગાયત્રી મંદિર ખાતે આગામી રવિવારના રોજ રોપા વિતરણ કાર્યક્રમ તેમજ વિવિધ આયુર્વેદિક ઔષધિઓના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ નાગરિકોને વિવિધ પ્રકારના ફુલ-છોડ રાહત દરે આપવામાં આવશે….

આ કાર્યક્રમમાં કાલીપતી કલમી ચીકુ, કેસર કલમી અંબા, કાશ્મીરી ગુલાબ, ડોલર, જાસુદ, રાત-રાણી, મધુનાશી, પંદર પ્રકારના વિવિધ રંગોનાં ગુલાબના રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ સાથે જ ચકલીના માળા તેમજ પ્લાસ્ટિકના ચબુતરા અને માટીના પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવશે…

સ્વદેશી અપનાવો તેમજ નાગરિકોને શુદ્ધ આયુર્વેદિક વસ્તુઓ મળી રહે તે માટે નવરંગ નેચર કલબ દ્વારા દેશી ઓસડીયા, મધ, એલોવેરા જેલ, સાબુ, કપડાંની થેલી, ઓસીકાના કવર તેમજ હાથ બનાવટના પાપડ પઢ સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આ તમામ વસ્તુઓનો લાભ લેવા માટે નાગરિકોએ તા. 03-10-21, રવિવારે બપોરે 3 થી 7 વાગ્યા દરમિયાન વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે પધારવા એક પ્રેસ યાદીમાં જણાવ્યુ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!