વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ દશામાં મંદિર નજીકથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી જે બનાવમાં કાર ચાલક પોલીસને જોઈ ફરાર થઈ જતાં પોલીસે અલ્ટો કાર કબ્જે લઈ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર નજીક આવેલ દશામાંના મંદિર પાસે એક અલ્ટો કાર ચાલક પોલીસને જોઈ કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કારની તલાસી લેતા કાર નં. GJ 03 EC 3469 માંથી 400 લીટર દેશી દારૂ લીટર મળી આવતા પોલીસે કાર સહિત કુલ રૂ. 68,000નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં પોલીસે દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી દરમ્યાન કાર રેઢી મુકી નાશી જનાર કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq