વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા વિદેશી દારૂની રેડ કરી ત્રણ લાખથી વધુ કિંમતનો 924 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસની રેડ જાણ થતાં મોટા જથ્થામાં વિદેશી દારૂ મંગાવનાર આરોપીઓ નાસી છૂટયા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી હેડ કો. ચંદુભાઇ કણોતરા તથા કો. વિક્રમભાઇ કુગસીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની ખારાપાટ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં વિદેશી દારૂનો દરોડો પાડી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા(રહે. ઘીયાવડ)ના કબ્જા વાળી જગ્યામાં ડાંગરની પરાર નીચે સંતાડી રાખેલ મેકડોવેલ નંબર વન સુપરીયર વ્હીસ્કીની બોટલો નંગ-336 (કીંમત રૂ. 1,26,000) અને નાઇટ બ્લુ મેટ્રો લીકરની બોટલો નંગ-588 (કીમત રૂ. 1,76,400) સહિત કુલ 924 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
એલસીબી ટીમના આ દરોડામાં પોલીસે 924 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 3,02,400નો મુદામાલ કબ્જે કરી આરોપી રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલા સ્થળ પર હાજર નહીં મળતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
મોરબી એલસીબી ટીમની આ સફળ કામગીરીમાં પીઆઇ વી. બી. જાડેજા, પીએસઆઇ એન. બી. ડાભી, હેડ કો. ચંદુભાઇ કાણોતરા, વિક્રમસિંહ બોરાણા, નિરવભાઇ મકવાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ કુંગસીયા, હરેશભાઇ સરવૈયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq