વાંકાનેર તાલુકાના ધમલપર ગામની પ્રાથમિક શાળાની નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસ દ્વારા દરોડો પાડી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 7,540 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર-૨ ગામની પ્રાથમિક શાળાની પાછળની શેરીમાં કોઈ શખ્સો જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા રવિભાઈ શંકરભાઈ કાજીયા (રહે. ધમલપર), અર્જુનભાઈ પ્રતાપભાઈ અબાસાણીયા (રહે. દીઘલીયા), કલ્પેશ ગાડુભાઈ તલસાણીયા (રહે. ધમલપર),

મહેશ કરશનભાઇ ચાવડા (રહે. ધમલપર), અજીત પ્રતાપભાઈ અબાસાણીયા(રહે. દીઘલીય)ને ઝડપી લીધા હતા જ્યારે દિનેશભાઈ ગોવિંદભાઈ મોરવાડીયા (રહે ધમલપર) પોલીસના દરોડા દરમિયાન ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે કુલ પાંચ આરોપીઓની રોકડ રકમ રૂ. 7,540 સાથે ધરપકડ કરી તમામ છ આરોપી સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

 

error: Content is protected !!