સ્વતંત્રતા પર્વ નિમિત્તે વાંકાનેર વિસ્તારની મોટાભાગની સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, વિવિધ સંસ્થાઓ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા…
આજે 75 માં સ્વતંત્રતા પર્વની વાંકાનેર વિસ્તારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર વિસ્તારની મોટાભાગની સરકારી કચેરીઓ, શાળા-કોલેજ, સંસ્થાઓ ખાતે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વાંકાનેર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વાંકાનેર સેવાસદન કચેરી ખાતે યોજાયો હતો જેમાં સર્વે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સાથે જ ધ્વજવંદન બાદ કોરોના કાળમાં સેવા આપનાર તમામને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
સિંધાવદર એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો…
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ખાતે આવેલ એસ.એમ.પી. હાઈસ્કૂલ ખાતે 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોમીન સમાજના ધર્મગુરુ અને વાંકાનેરના પુર્વ-ધારાસભ્ય શ્રી ખુરશીદહૈદર પીરઝાદા ઉર્ફ મીર સાહેબના હસ્તે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી…
ચંદ્રપુર: મહંમદી લોકશાળા ખાતે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવેલ મહંમદી લોકશાળા ખાતે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી શકીલ પીરઝાદાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. તેમજ મુખ્ય અતિથિ તરીકે માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ મેઘાણી હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ શાળા સંકુલમા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq