વાંકાનેર તાલુકાના આણંદપર ગામ નજીક આવેલ બેલાની ખાણમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામ ખાતે રહેતા સંતોષ કુલચન્દ્રભાઈ નિષાદ (ઉ.વ.૧૯) નામનો યુવાન ગામની સીમમાં આવેલ હરિભાઈની બેલાની ખાણમાં કામ કરતો હોય જે દરમ્યાન ઇલેક્ટ્રિક શોર્ટ લગતા યુવાનનું મોત થયું હતું, જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો…
બનાવ બાદ યુવાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq