મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢૂવા ગામની ઢુવા ચોકડી નજીક કોઇ પણ પ્રકારની ડિગ્રી વગર ડોક્ટર બની માનવ જીંદગી સાથે ચેડા કરતાં એક નકલી ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ ઉપર શકિત ચેમ્બર્સમાં માનવ કલીનીક નામનું દવાખાનું ખોલી કિર્તીભાઇ ડુંગરભાઇ ડોડીયા (ઉ.વ. ૩૨, રહે. મુળ સવપુરા, તા. કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા, હાલ રહે. રફાળેશ્વર, મચ્છોનગર, પાનેલી રોડ, મોરબી) નામનો વ્યક્તિ કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે કાર્યવાહી કરી આ નકલી ડોક્ટરને રંગે હાથ ઝડપી લીધો હતો…

એસઓજી ટીમે આરોપીના કબજા ભોગવટાવાળા માનવ કલીનીક નામના દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરવા માટે રાખવામાં આવેલ જુદી જુદી એલોપેથી દવાઓ કિ.રૂ. ૨૬,૦૮૨ તથા રોકડા રૂપિયા ૧,૭૦૦ તથા સાધનો મળી કુલ રૂપિયા ૨૭,૭૮૨ ના મુદામાલ આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર એકટની જુદી-જુદી કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!