વાંકાનેરના ડો. એ. કે. પીરઝાદા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2021-22ના આજે તા. 12/08/21, ગુરુવારે નવા કપાસની આવક શરૂ થતાં પ્રથમ દિવસે નવા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ હરાજીમાં નવો કપાસ રૂ. 4486 પ્રતિ મણના ભાવે વેચાયો હતો….
નવી સિઝનના પ્રથમ કપાસની હરાજીમાં વાંકાનેર તાલુકાના કણકોટ ગામના ખેડૂત હુશેનભાઈ બાદિ તથા હળવદ તાલુકાના વાંકીયા ગામના ખેડૂત રાજેશભાઈ પટેલનો કપાસ રૂ. 4486 પ્રતિ મણના ભાવે વેચાયો હતો જેને હાજર તમામ ખેડૂતો, ટમીશન એજન્ટો તથા વેપારી મિત્રોએ આવકારી પેંડા વેચી વધાવ્યો હતો…
આ પ્રસંગે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા, વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી, સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરી, ડિરેક્ટર અલીભાઈ બાદી, રોયલ ઈન્ડસ્ટ્રીઝના યાકુબભાઈ શેરસીયા, ગ્લોસી કોર્ટેક્ષના જાકીરભાઈ માથકીયા તથા ફૈઝ ઈન્ડસ્ટ્રીઝના નજરૂદ્દીનભાઈ સહિતના હાજર રહ્યા હતા…
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ નવો કપાસ હાલ ઓછા જથ્થામાં આવી રહ્યો છે પરંતુ કપાસની ક્વોલિટી અપેક્ષા કરતાં ઘણી સારી હોય જેથી ખેડૂતોએ પોતાનાં માલના સારા ભાવ મળી રહે તે માટે પોતાની ખેત જણસી માર્કેટિંગ યાર્ડમાં જ વેંચવા આગ્રહ રાખવો જોઈએ….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq